પાટણ જીલ્લો
- “પટોળા નગરી” પાટણને કહેવાય છે
- પાટણ જીલ્લો ગુજરાતના ત્રણ મહત્વના ભાગ સાથે જોડાયેલો છે, (1) કચ્છ, (2) તળ ગુજરાત, (3) સૌરાષ્ટ્ર
- પાટણ જીલ્લો કચ્છના મોટા અને નાના રણને જુદો કરતો જીલ્લો છે
- સરસ્વતી તાલુકાનું તાલુકા મથક અઘાર છે
પાટણ જિલ્લાને અન્ય જિલ્લાની સ્પર્શતી સીમાઓ:-
- ઉત્તર દિશા:- બનાસકાંઠા
- દક્ષિણ દિશા:- સુરેન્દ્રનગર
- પશ્વિમ દિશા:- કચ્છ
- પૂર્વ દિશા:- મહેસાણા
પાટણ જીલ્લાના તાલુકાઓ:-
(1) પાટણ (6) હારીજ
(2) ચાણસ્મા (7) સમી
(3) સિદ્ધપુર (8) રાધનપુર
(4) સરસ્વતી (9) સાંતલપુર
(5) શંખેશ્વર
પાટણ જીલ્લાની રચના:-
- પાટણ જીલ્લાની રચના વર્ષ 2000માં બનાસકાંઠા અને મહેસાણા જીલ્લાના કેટલાક ભાગમાંથી કરવામાં આવી છે
- પાટણ જીલ્લાની રચના સમયે ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હતા
પાટણ જીલ્લાનો ઈતિહાસ:-
પંચાસર અને અણહિલપુર પાટણ:-
- રાજા જયશિખરી પંચાસર રાજ્યના રાજા હતા
- હાલમાં પંચાસર સમી તાલુકામાં આવેલું છે
- રાજા જયશિખરીની પત્નીનું નામ રૂપસુંદરી હતું
- પ્રથમ વખત રાજા જયશિખરીના સાળો સુરપાળ અને રાજા ભુવડના સેનાપતિ સાથે મિહિરની વચ્ચે યુદ્ધ થાય છે
- દ્વિતીય યુદ્ધ રાજા જયશિખરી અને રાજા ભુવડની વચ્ચે થાય છે, જેમાં રાજા જયશિખરીની હાર થાય છે
- રાજા ભુવડનું બીજું નામ નાગભટ્ટ-બીજો હતું
- રાજા ભુવડ ગુર્જર પ્રતિહાર વંશનો રાજા હતો
- રાજા જયશિખરીના પુત્રનું નામ વનરાજ ચાવડા હતું
- વનરાજ ચાવડાના મિત્રનું નામ “અણહિલ ભરવાડ” હતું, આ મિત્રના નામ પરથી વનરાજ ચાવડાએ નવું નગર વસાવ્યું “અણહિલપુર પાટણ”
- અણહિલપુર પાટણનું નિર્માણ સરસ્વતી નદીના કિનારે વિક્રમ સંવત 802 તારીખ 28 માર્ચ 746માં કરવામાં આવ્યું હતું
- વનરાજ ચાવડાને રાજતિલક કરનાર “શ્રીદેવી” ચાંપાવાણીયાની બહેન હતી
- ચાંપાવાણીયાના નામ પરથી વનરાજ ચાવડાએ ચાંપાનેર શહેર વસાવ્યું હતું
- શીલગુણ સૂરી માટે પંચાસરમાં પંચાસરા પાશ્વનાથ જૈન દેરાસર બનાવવામાં આવ્યા હતા, ત્યાં ચોકીદાર રૂપે વનરાજ ચાવડાની મૂર્તિ મુકવામાં આવેલી છે
- મહમદ બેગડાએ ચાંપાનેરને હુલામણું નામ “નગર-એ-મુકરમ” આપ્યું હતું
- વનરાજ ચાવડાએ પાટણમાં કંઠેશ્વરી માતાનું મંદિર બનાવડાવેલું છે
- “વનરાજ ચાવડો” નવલકથાના લેખક મહિપતરામ રૂપરામ નીલકંઠ છે
પાટણની રાણ કી વાવ :-
- પાટણની રાણકી વાવ ઉદયમતી રાણીએ ભીમદેવ પહેલા(બાણાવળી ભીમ) ની યાદમાં બંધાવેલી છે
- ઉદયમતી રાણી જુનાગઢના રાજકુમારી હતા તથા તેમના પિતાનું નામ રાખેંગાર બીજો હતું
- આ વાવ કર્ણદેવ સોલંકીના શાસનકાળ દરમિયાન બનેલી છે
- રાણકી વાવ સરસ્વતી નદીના કિનારે આવેલી છે
- આ વાવ જયા પ્રકારની તથા સાત માળની છે
- આ વાવ મારું ગુર્જર શૈલીમાં બનેલી છે
- આ વાવ બનવાનો સમય ઈ.સ. 1065 છે
- આ વાવ 1940માં કર્નલ ટોડ દ્વારા શોધાઈ હતી
- આ વાવનું સંશોધન કાર્ય 1980માં થયું હતું
- આ સંશોધન કાર્ય ASI(આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા) દ્વારા કરાયું હતું
- આ વાવને 22 જૂન 2014ના રોજ મુખ્યમંત્રી નરેદ્ર મોદીના સમયગાળા દરમિયાન વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો મળ્યો છે
- આ વાવમાં 500થી વધુ અલગ – અલગ સ્થાપત્યો જોવા મળે છે
- આ વાવમાં મહિસાસુરમર્દિની અને કલ્કી નામના સ્થાપત્યો આવેલા છે
- રાણકી વાવ નું ચિત્ર 100 રૂપિયાની નોટ માં જોવા મળે છે
નોંધ:- વાવના પ્રવેશદ્વ્રારના આધારે પ્રકાર
નંદા પ્રકારની વાવ | ભદ્રા પ્રકારની વાવ | જયા પ્રકારની વાવ | વિજ્યા પ્રકારની વાવ |
એક જ બાજુ પ્રવેશદ્વાર | બે બાજુ પ્રવેશદ્વાર | ત્રણ બાજુ પ્રવેશદ્વાર | ચાર બાજુ પ્રવેશદ્વાર |
1 થી 3 માળની વાવ | 4 થી 6 માળની વાવ | 7 થી 9 માળની વાવ | 10 થી 12 માળની વાવ |
અહીં નોંધ રૂપે અડાલજની વાવ છે, આ વાવ જયા પ્રકારની વાવ હોવા છતાં 5 માળની અને ત્રણ પ્રવેશદ્વાર ધરાવે છે
નોંધ:– રૂપિયાની નોટ પર ચિત્રો અને રાજ્યો ના નામ
દસ રૂપિયાની નોટ | કોણાર્કનું સૂર્યમંદિર | ઓડીશા |
વીસ રૂપિયાની નોટ | ઈલોરાની ગુફા | મહારાષ્ટ્ર |
પચાસ રૂપિયાની નોટ | હમ્પી મંદિર | કર્ણાટક |
સો રૂપિયાની નોટ | રાણ કી વાવ | ગુજરાત |
બસો રૂપિયાની નોટ | સાંચીનું સ્તૂપ | મધ્ય પ્રદેશ |
પાંચસો રૂપિયાની નોટ | લાલ કિલ્લો | દિલ્હી |
બે હજારની રૂપિયાની નોટ | મંગળ યાન | મંગળ ફરતે |
સહસ્ત્રલિંગ તળાવ:-
- સહસ્ત્રલિંગ તળાવ બંધાવનાર સિદ્ધરાજ જયસિંહ હતા
- સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ વર્ષ 1084માં થયું હતું
- સોલંકી રાજા દુર્લભરાજે પોતાની પત્ની દુર્લભાદેવીની યાદમાં અહીં દુર્લભ તળાવ બનાવડાવ્યું હતું
- અહીં વીર મેઘમાયાના નામ પરથી, 1084માં વીર મેઘમાયો સ્મારક બનાવવામાં આવ્યું હતું
શંખેશ્વર:-
- અહીં પાશ્વનાથ જૈન દેરાસરો આવેલા છે
- અહીં 108 મંદિર આવેલાં છે
- ગુજરાતનું દ્વિતીય નંબરનું જૈન સ્થળ એટલે શંખેશ્વર
નોંધ:-
- ગુજરાતનું પ્રથમ નંબરનું જૈન સ્થળ પાલીતાણા 863 વર્ષ જુનું છે
પાટણના પટોળા:-
- પાટણના પટોળા સિદ્ધરાજ જયસિંહના સમયમાં પ્રખ્યાત થયા હતાં
- પાટણના પટોળાને GI(જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન) ટેગ મળેલ છે
- પાટણના પટોળાનો GI ટેગ નંબર 232 છે
- પટોળું સાળવી પરિવાર જ બનાવે છે
- પટોળું બેવડ ઈક્ત એટલે બંને બાજુ પહેરી શકાય તેવું હોય છે
- પટોળા માટે “ફાટે પણ ફીટે નહીં” પંક્તિનો ઉલ્લેખ થયો છે
- સૌથી વધુ પટોળા ઇન્ડોનેશિયામાં નિકાસ થાય છે
નોંધ:-
- GI ટેગ સૌપ્રથમવેસ્ટ બંગાળના દાર્જીલિંગની ચાને મળેલ છે
- ગુજરાતમાં સૌપ્રથમ GI ટેગ છોટા ઉદેપુરમાં આવેલા સંખેડાના ફર્નિચરને મળેલ છે
હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર:-
- હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર પાટણમાં આવેલું છે
- આ મંદિરનું ઉદઘાટન 1939માં ક.મા.મુન્શી દ્વારા કરવામાં આવેલું છે
- વિમલ ગુચ્છ જૈન જ્ઞાન મંદિર પણ પાટણમાં આવેલું
HNGU:-
- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણમાં આવેલી છે
- આ યુનિવર્સીટીની સ્થાપના 1986માં થઈ હતી
પાટણના અન્ય સ્થાપત્યો:-
(1) હરિ હરેશ્વર મંદિર
(2) બ્રહ્મ કુંડ
(3) ખાન સરોવર
(4) ઘેટા સંવર્ધન કેન્દ્ર
(5) ગુગલી તળાવ
પાટણનો કિલ્લો:-
- આ કિલ્લો ગુજરાતના સુબા ઝફરખાન દ્વારા બંધાયેલો છે
- ઝફરખાન અલ્લાઉદ્દીન ખિલજીનો સુબો હતો
- આ કિલ્લાને બાર દરવાજા હતાં જેમાંથી હાલમાં પાંચ જ દરવાજા હયાત છે
( 1 ) છીંડિયા દરવાજો
( 2 ) અઘારા દરવાજો
( 3 ) ફાટીપાળ દરવાજો
( 4 ) બગવાડા દરવાજો
( 5 ) ત્રિપોલિયા દરવાજો ( ત્રણ દરવાજો )
- આ તમામ દરવાજા હાલમાં ગુજરાત રાજ્ય રક્ષિત સ્મારકમાં સમાવેશ કરવામાં આવેલ છે
સિદ્ધપુર :-
- સિદ્ધપુરનું પ્રાચીન નામ શ્રીસ્થળ છે
- સિદ્ધપુરનો અર્થ સાધુઓનું મોસાળ થાય છે
- ભગવાન પરશુરામ અને કપિલમુનીએ સૌ પ્રથમ માતૃસ્રાદ્ધ કર્યું હતું
- અહી કપીલમુનીનો આશ્રમ જાણીતો છે
- અહી નરસિંહ મહેતા પણ પોતાના માતૃશ્રાદ્ધ અર્થે આવેલા છે
- અહી વોહરા ની હવેલી આવેલી છે જે બે માળની તથા કાષ્ઠની બનેલી છે
- અહીનું બિંદુ સરોવર માતૃસ્રાદ્ધ માટે જાણીતું છે
- સિદ્ધપુરમાં ઉત્તરાયણ દશેરાના દિવસે જ ઉજવાય છે
- 14 જાન્યુઆરી ના દિવસે સિદ્ધરાજ જયસિંહ નું અવસાન થયું હતું
- દશેરાના દિવસે સિદ્ધરાજ જયસિંહ નો જન્મ થયો હતો
રૂદ્રમહાલય:-
- રૂદ્રમહાલયનું નિર્માણ 1140માં સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું
- આ મહાલય સાત માળનું હતું
- આ મહાલય ગુજરાતની સૌપ્રથમ બહુમાળી ઈમારત છે
- આ મહાલય બનાવવાની શરૂઆત મુળરાજ સોલંકીએ કરી હતી
- આ મહાલયને બનતાં આશરે 175 વર્ષ લાગ્યા હતા
- રૂદ્રમહાલય બનાવવામાં સિદ્ધરાજ જયસિંહને મદદ કરનાર મારતંગ ઋષિ હતા
- આ મહાલયમાં પ્રવેશવા માટે બાર દરવાજા હતાં
- અહી પ્રથમ આક્રમણ અલ્લાઉદ્દીન ખિલજી દ્વારા કરવામાં આવ્યું હતું
તુ માંગે રૂદ્રમહાલય તો, હું ક્યાંથી લાવી આપું હું રસ્તાનો રઝળતો માનવી
- આ શહેર ભારતનું એકમાત્ર પાંચ સ્વયંભૂ મહાદેવના મંદિરો ધરાવતું શહેર છે
( 1 ) અરવડેશ્વર મહાદેવ
( 2 ) બ્રહ્માડેશ્વર મહાદેવ
( 3 ) વાલકેશ્વર મહાદેવ
( 4 ) સિદ્ધેશ્વર મહાદેવ
( 5 ) વટેશ્વર મહાદેવ
દેલમાલ :-
- દેલમાલ ચાણસ્મા તાલુકામાં આવેલ છે
- અહી દાઉદી વ્હોરા કોમની બે દરગાહ આવેલ છે
- આ દરગાહ હજરત હસનપીરની દરગાહના નામથી ઓળખાય છે
નોંધ :-
- ગુજરાતનું સૌથી જુનું તોરણ શામળાજીનું તોરણ છે
- સૌરાષ્ટ્ર નું એકમાત્ર તોરણ પોરબંદર જીલ્લાના બાલી ગામમાં આવેલું છે
ચારણકા:-
- અહી સ્વર્ણિમ સૂર્યતીર્થ પાર્ક આવેલું છે
- અહી ગુજરાતનો અત્યાર સુધીનો સૌથી મોટો સોલાર પાર્ક આવેલો હતો
- આ સોલાર પાર્ક એપ્રિલ 2012 ગુજરાત ગવર્મેન્ટ અને અજય દેવગન ની ભાગીદારીમાં છે
- આ સોલાર પાર્ક 345 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે
નોંધ :-
- કચ્છ જીલ્લામાં ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક બન્યો છે
- આ સોલાર પાર્ક નું ઉદ્ઘાટન PM નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે
- આ સોલાર પાર્ક 30,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે
વરાણા :-
- સમી તાલુકામાં આવેલું છે
- આ વઢિયાર પંથકમાં આવેલું છે
- અહી ખોડિયાર માતાજી ના મંદિરમાં મહા સુદ એકમ થી પૂનમ નો મેળો ભરાય છે અને તેમાં સાતમ, આઠમ અને નોમનું ખાસ મહત્વ હોય છે
મેથાણ :-
- સિદ્ધપુર તાલુકામાં આવેલું છે
- આ ગામ સૂર્ય ઉર્જાથી રાત્રી પ્રકાશ મેળવતું ગામ છે
- અહી ગુજરાતનો સૌથી મોટો સામુહિક બાયોગેસ પ્લાન્ટ આવેલો છે
મેળાઓ :-
કાત્યોકનો મેળો :-
- કાત્યોક નો મેળો કારતક સુદ પૂનમ ના દિવસે ભરાય છે
- આ મેળામાં ઊંટ ની લેવેચ થાય છે
- કાત્યોકનો મેળો સરસ્વતી નદી કિનારે યોજાય છે
- આ મેળો ગુજરાતનો પુષ્કરનો મેળો તથા શેરડીયો મેળો તરીકે ઓળખાય છે
- અહી કાર્તિકેયનું મંદિર આવેલ છે જે કારતક સુદ પૂનમ ના દિવસે વર્ષમાં એકવાર જ ખુલે છે
વ્યક્તિ વિશેષ :-
1. ભાલણ :-
- ભાલણનો જન્મ સિદ્ધપુરમાં થયો છે
- ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે
- તેમના બે પુત્રોના નામ ઉદ્ધવ અને વિષ્ણુદાસ હતું
- વિષ્ણુદાસ ના આખ્યાનો :- “જલંધર આખ્યાન”, “દુર્વાસા આખ્યાન”, “ધ્રુવા આખ્યાન”, “સત્યભામા વિવાહ” , “ચંડી આખ્યાન”
- ભાલણના આખ્યાન :- “શિવ ભીલડી આખ્યાન” , “નળાખ્યાન” ,
- નળાખ્યાન ચાર વ્યક્તિઓ દ્વારા લખાયેલ છે (1) ભાલણ (2) નાકર (3) પ્રેમાનંદ (4) નરસિંહ મહેતા
- ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક ભાલણ છે, તેમણે બાણભટ્ટ રચિત કાદમ્બરી (ગદ્ય) નો અનુવાદ પદ્ય તરીકે કર્યો હતો
નોંધ :-
- હુંડી ત્રણ લેખકો દ્વારા લખાયેલ છે (1) વિષ્ણુદાસ (2) પ્રેમાનંદ (3) નરસિંહ મહેતા
2. અસાઇત ઠાકર :-
- તેમનો જન્મ સિદ્ધપુરમાં થયો હતો અને તેઓ ઔદીચ્ય બ્રાહ્મણ હતાં
- તેઓ ભવાઈના પિતા તરીકે ઓળખાય છે
- તેઓ અલાઉદ્દીન ખિલજીના સમકાલીન હતાં
- તેમના પિતાનું નામ રાજા રામ હતું તથા તેમના ભાઈઓનું નામ કેશવરામ અને ભલારામ હતું
- કેશવરામને બે પુત્રો હતાં : રતન અને રામ
- અસાઈત ઠાકર ના ત્રણ પુત્રો હતાં : જયરાજા , માંડલ અને નારાયણ
- અસાઈત ઠાકરના ત્રણ પુત્રો ત્રણગાળા માંથી તરગાળા કહેવાયા
INSTAGRAM પર અમને ફોલો કરવા માટે TOUCH HERE